બેગુનાહ - 1

(40)
  • 3.6k
  • 6
  • 1.7k

બેગુનાહનમસ્કાર મિત્રો મારી પ્રથમ લિખિત નવલકથા પ્રસ્તુત છે આપ સૌની સમક્ષ.. આશા રાખું છું આપ સૌને આ પસંદ પડશે અને આપ તેને વધાવી લેશો. કોર્ટરૂમમાં જજ સાહેબ આગળ ઉભેલી કાવ્યાની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. કોર્ટરૂમમાં તે પોતાના પિતા સાથે ઊભી હતી તેના તેના સસરા પણ તેની સાથે જ ઉભા હતા. જજ સાહેબે કેસની સંપૂર્ણ વિગત જાણી-સમજીને તેને ગંભીરતાથી લીધી હતી. જજે તેમને જવા માટે કહ્યું અને કાવ્યાના વકીલને અમુક ઓર્ડર આપ્યા. કોર્ટમાંથી બહાર નીકળીને તે તેની સાથે આવેલ તેના પિતા અને સસરા સાથે ગાડીમાં બેસીને પરત ફરી રહી હતી. ગાડીમાં બેઠેલ કાવ્યાની નજરો રોડ પર સડસડાટ દોડતી ગાડીની બહાર તાકી રહી