અ રેસીપી બુક - 9

(50)
  • 4.1k
  • 2
  • 1.4k

તૃષ્ણા બા ને મળવા માટે વૃદ્ધાશ્રમ માં કામ કરતા લાલુ ને ફોન કરીને પોતાના આવવાની જાણકારી આપે છે. હવે આગળ….. ******************************************** તૃષ્ણા વૃદ્ધાશ્રમ પહોંચી, લાલુ બહાર જ ઝાડ ને પાણી આપી રહ્યો હતો. તૃષ્ણા ને જોઈ ને તે તેની પાસે આવ્યો., " દીદી સવાર સવાર માં શું થયું? તમે ફોન પર કહી રહ્યા હતા કે કોઈ ને મળવું છે? કોને મળવું છે તમારે?" તૃષ્ણા બોલી, " લાસ્ટ ટાઇમ હું આવેલી ત્યારે એક બા હતા, એ બા ને મળવું હતું." લાલુ એ હસતાં હસતાં કહ્યું, " અહીં તો ઘણા બા છે, તમે કોની વાત કરી રહ્યા છો? અને આમ અચાનક સવાર સવારમાં!? "