Emporer of the world (જગતનો સમ્રાટ) - 4

(28)
  • 4.3k
  • 1
  • 1.9k

આપણે આગળના ભાગમાં જોયું કે બીનીતભાઈ અને રમીલાબેનના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. જેનું નામ જૈનીષ રાખવામાં આવે છે. જૈનીષના જન્મ સમયે શહેરમાં ઉદભવેલ અશાંતિનો માહોલ એકાએક શાંત થઈ જાય છે, જેને લોકો એક ચમત્કાર થયો હોય એવું માને છે. હવે જોઈએ આગળ, જૈનીષના જન્મ બાદ બીનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. એક બાજુ પ્રથમ વખત માતા પિતા બનવાનો સુખદ અનુભવ હોય છે અને બીજી બાજુ બંનેના લાડકવાયા જૈનીષને કારણે તેમના સબંધમાં આવેલ કડવાશ દૂર થાય છે. ધીરે ધીરે બંને પતિ પત્ની એકબીજાને સમજતા થઈ ગયા અને પોતાના વહાલસોયા રાજકુમારનું લાલન પાલન કરવા લાગ્યા. જૈનીષના આગમનથી એક