ચણોઠીનાં વન એટલે જીવન - 3

  • 3.6k
  • 1
  • 1.5k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 3 વિજય શાહ સંવેદન ૫. દીકરીનાં રુઆબ અરિહંત ટૂલ્સમાં જ્વલંત તો ખુબ જ કમાતો થયો. ફીયાટ ગાડી લીધી અને ધંધો રાતે ન વધે તેટલો દિવસે વધે. સુમતિબા કહે સંતાન નું પગલું સારું છે. જનાર્દન રાયને ત્યાં થી વાત આવીકે તેમની નાણાકીય સ્થિતિ નબળી પડી. હીનાનું પગલું ગયું અને તેમને ત્યાં અન્ન અને દાંતને વેર થઈ ગયું સુમતિબા કહે હીનાને તો પહેલી સુવાવડ પીયરમાં જ કરાવવી રહી.વહેવારે તો શહેરમાં જ કરાવવી જોઇએ પણ જનાર્દન રાય કહે ગામડા ગામમાં સુવાવડ ના કરાવો. સાંજે માંદે દોડ ધામ થઈ જાય.તેને બદલે સુવાવડ શ હેરમાં જ કરાવો અને બધો ખર્ચો