વૃત્રહંતા

  • 5k
  • 1.3k

આ કથા છે પૌરાણિક સમયની. કદાચ મોટાભાગના લોકો જાણતાં જ હશે. મેં એ કથાને થોડો લોજિકલ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. પૌરાણિક કથાને સારાંશરૂપે ટૂંકમાં કહી દઉં જેથી આ કથાના લોજિકલ ટચને સમજવામાં મજા આવે. (પૌરાણિક કથા: વૃત્રાસુર નામના એક આતતાયી રાક્ષસ ને હણવા માટે ઇન્દ્રદેવના બધાં શસ્ત્રો નિષ્ફળ નીવડ્યા ત્યારે ઇન્દ્રએ દધિચી ઋષિ પાસે એમનાં હાડકાંની માંગણી કરી. ઋષિએ હસતાં મોઢે પોતાનાં હાડકાં ઇન્દ્રને આપી દીધાં. આ હાડકાંમાંથી વજ્ર નામના દિવ્ય શસ્ત્રની રચના કરવામાં આવી અને એ વજ્રથી વૃત્રાસુરને ઇન્દ્રે હણ્યો. અને દુનિયાને એના ત્રાસથી ઉગારી. ) આ કથા છે તામ્રયુગની. કશ્યપને અનેકમાંની એક અને પ્રથમ પત્ની અદિતિ દ્વારા