સાયંકાલ ભાગ -1

  • 3.8k
  • 1
  • 1.4k

ધડામ... એણે એક ઝટકા સાથે રૂમનું બારણું વાસી દીધું. ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવીને પલંગ પર લંબાવ્યું. રોજની જેમ જ સુવાનો એનો સમય હતો પણ આંખો હતી કે નીંદર ને આવવા જ નહોતી દેતી. વાત જ કંઈક એવી બની હતી આજે એની સાથે. આજે ફરીથી સૂરજના લગ્ન ની વાત માતા કુંદન ગૌરી એ છેડી હતી. કુંદન ગૌરી: હવે આ આંખો મીંચાય એ પહેલા સૂરજનો લીલોછમ પરિવાર જોઈ લવ એટલે સંતોષ થાય. સૂરજ :મમ્મી તમને ખબર છે ને મારે હમણાં કોઈ બઁધન માં નથી પડવું... મારે મારી બધી મહત્વકાંક્ષાઓ સંતોષવી છે પછી જ લગ્ન નો વિચારો કરીશ. પિતા : પણ