શોધ – પુર્નજન્મની ગાથા - ૧૦

(20)
  • 3.1k
  • 1.3k

૧૭૮૨, ડિસેમ્બર મૈસુરના યુવરાજનો રાજ્યાભિષેક થવાનો હતો. સંપૂર્ણ શ્રીરંગપટમ – મૈસુરની રાજધાનીને પુષ્પોથી શણગારવામાં આવેલી. ચોતરફ યુવરાજના નામની જયજયકાર હતી. હૈદર અલીના સંતાન તરીકે રાજાના પદ માટે યોગ્ય યુવરાજની પસંદગી થઇ ચૂકેલી. મંત્રીગણ, રાજકારોબારી, વેપારીઓ...પ્રત્યેક ગણમાં ખુશીઓની લહેર કૂદકેભૂસકે વહી રહી હતી. મહેલ હજુ સંપૂર્ણ બંધાયો નહોતો. ચણતર પૂરૂ કરવામાં હજી બે વર્ષ લાગે તેમ હતું. પરંતુ હૈદર અલીએ બાંધકામ શરૂ કરાવેલ પેલેસમાં જ યુવરાજ પોતાનો રાજ્યાભિષેક કરાવવા માંગતા હતા. આથી જ દરિયા દૌલત બાગ એટલે કે દરિયાની સંપત્તિ જે શ્રીરંગપટમનું મુખ્ય આકર્ષણ હતું, ત્યાં પ્રસંગ ગોઠવવામાં આવેલો. રાજ્યાભિષેકના સમારોહમાં નેપોલિયનના પસંદીદા અધિકારીઓ, ફ્રાંસની સેનાના ઉપરી અધિકારીઓ, અફઘાનિસ્તાનથી