અમે સુકી ડાળ ના પંખી

  • 5.7k
  • 1.6k

સૌરાષ્ટ્ર પંથકની આ ઉનાળાની ભર બપોરે કાળો તડકો એક જ જગ્યાએ સ્થિર બની થંભી ગયેલો. આ વર્ષનો તડકો એટલે ભલભલાને જીવતા અંદરથી જ બાળી નાખે, આમ તો દર વર્ષે ધરતી પર તાપનું પ્રમાણ સતત વધતું જાય છે. તેથી જ આ સળગ રસ્તા પર દુર સુધી મૃગજળનાં ખાબોચિયા દેખાય છે. અને તેની ઉપરથી કેટકેટલાય વાહનો ભીના થયાં વિના ફૂલ જડપે દોડી રહયા છે. તો વાહનો પાછળથી નીકળતો ઝેરી કાળો ડામરીયો ધુંવાડો અત્યારની લૂં માં અત્યંત વધારે કરે છે. રસ્તાની બંને બાજુ મોટાભાગે બાવળનાં અડીખમ વૃક્ષ ઊભા છે. તો ક્યાંક વચ્ચે બીજા વૃક્ષને પણ કહેવા પુરતું સ્થાન મળ્યું છે. તપતો સુરજ એકદમ