સમાન સિક્કાની ભિન્નતા

  • 2.8k
  • 911

જૂનાગઢ નજીક આવેલ માણકોલ કરીને ગામ.ગામમાં પહેલેથી સુખ અને સમૃધ્ધિમાં કોઈ ખૂટ નહીં. એમાય ગામમાં કોઈ તકલીફ હોય પણ તો મગનકાકા દૂર કરી દેતા. એટલે ગામમાં બધા જ ખુશહાલી ભર્યું જીવન વિતાવતા. ગામને રાજા એ વર્ષો પેહલા, મગનકાકાના પરિવારને ભેટમાં આપેલું એટલે કોઈ રાજા કે રાજ્યનો ગામ ઉપર રોફ કે હક નહીં. એ સમયએ પણ ગામમાં માદક પીણાં ઉપર મગનકાકા એ રોક લગાવેલી. ગામમાં જો કોઈ ગુનો કરે તો પંચાયત બેસતી, જેમાં લોકોનો મત લઈ મગનકાકા જ ફેંસલો સુનાવતા. જેમાં જો કોઈએ ચોરી કરી હોય, જો ચોરી કરવા પાછળ કોઈ મજબૂરી હોય, તો તે પ્રમાણેનું એકલવાયું કામ આપતા. જેથી એ