દેવદૂત

  • 2.7k
  • 777

સુરેશભાઈ રેલ્વેસ્ટેશન પર ઊભી ટ્રેનની રાહ જોઈ રહ્યાં હતાં. એનો દિકરો વિરેન બહારગામ અભ્યાસ કરતો હતો. કોરોના વાઈરસને કારણે એને રજા પડી ગઈ હતી. પણ હજી લોકડાઉન થયું નહતું. થોડીવારમાં દૂરથી આવતી ટ્રેનનો અવાજ સંભળાયો. સુરેશભાઈની નજર ટ્રેન તરફ મંડાઈ. ટ્રેન ઊભી એટલે સુરેશભાઈની આંખો ચારેય બાજું વિરેનને શોધવાં મંડી. ત્યાં વિરેન બીજા ડબ્બા માંથી ઉતરી એનાં પપ્પા પાસે પહોંચી ગ્યો. દિકરાને સાજો - નરવો જોઈને સુરેશભાઈ ભાઈને ટાઢક વળી. વિરેનનાં હાથમાંથી બે બેગ એને લઈ લીધી. "પપ્પા, હિરલદીદી પણ મારી સાથે જ હતાં તમે ધક્કો ના ખાધો હોત તો હું એની સાથે પહોંચી જાત.." ત્રણેય રેલ્વેસ્ટેશનની બહાર જતાં હતાં."હાં હું એ