લાગ્યો રતુંબડીનો રંગ ( દ્રાક્ષ સાથેનો માર્મિક સંવાદ )

  • 2.6k
  • 882

એવું સાંભળ્યું તો હતું કે કકડીને ભૂખ લાગે ત્યારે પેટ માંથી જાતજાતના અવાજ આવે. આજે એનો અનુભવ પણ થઇ ગયો.ટીવી માં મહાભારત ચાલતું હતું અને એમાં અર્જુન વિષાદયોગ ! પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, અર્જુન ને ઉપદેશ આપતા હતા. એટલામાં જ મારી વહાલસોયી માં, મારા માટે કાળી દ્રાક્ષ લઇ આવી.લોકકડાઉન માં સતત મહાભારત જોવાતાં, ઘરની વાતચીત પણ જાણે દ્વાપરયુગ ના શિષ્ટાચાર મુજબ થતી હોય એવું લાગ્યા કરે. મારી માં જાણે કહેતી હોય કે,“हे पार्थ ! इस लाल वर्ण की मदिरा की माता को ग्रहण करो।”આ પરિકલ્પના માંથી જેવો બહાર આવ્યો કે તરત સંભળાયું, “ઠોયા ની જેમ જો-જો શું કરે છે ? ચાલ