આગળના ભાગમાં આપણે જોયું કે કોલેજમાં ભણતી રુચિ અને દિશા બંને મા-દીકરી એકલવાયું જીવન વિતાવી રહ્યા છે. લાઇબ્રેરીમાં પુસ્તક ખોલતાં જ દિશા પોતાના ભૂતકાળમાં સરી પડે છે અને કોલેજના દિવસોમાં પહોંચી જાય છે, કોલેજના એક યુવક માટે પહેલી નજરમાં જ આકર્ષણ જન્મે છે, અને તેના જ વિચારોમાં તે ખોવાયેલી રહે છે, ક્લાસમાં તેની સારી મિત્રો પણ બની જાય છે, પરંતુ હજુ ગમતાં યુવક સાથે તેની મિત્રતા થઈ શકતી નથી, કોલેજના એન્યુઅલ ડેના દિવસે એ જ યુવકને ગીત ગાતો જોઈ દિશા મંત્રમુગ્ધ બની જાય છે, સ્પર્ધામાં તેનો પહેલો નંબર આવે છે, તે યુવકનું નામ રિતેષ અગ્રવાલ છે, દિશા તેની સાથે મિત્રતા