અંતિમ ઈચ્છા - ભાગ ૭

  • 4.1k
  • 1.7k

અધ્યાય ૭ જેમ તરવૈયાઓ સ્વિમિંગપુલમાં પેલી ડાઈવિંગ કરવાની પટ્ટી પરથી પુલમાં ડાઈવ કરે અને ધુબાકેબાજો વિશાળ ધોધના છેડેથી કે ટેકરીઓ પરથી પાણીમાં ધુબાકા મારે છે, એવી જ રીતે ઋષિ પણ અવકાશની વિશાળતામાં જાણે કૂદી ગયો હતો અને રેતના પોલા દ્રમમાં માણસ જેમ ઉતરી જાય એમ ખૂંપી રહયો હતો. મનમાં સપ્તર્ષિના દર્શન કરી શક્યો એ માટેનુ ગૌરવ હતુ પણ એમની આ યાત્રા ને અંતિમ સ્થળ સુધીનો રસ્તો ચીંધવાનો ઉપાય એમને ન જણાવી શકવાનો ઋષિને ખેદ પણ હતો. બધા હથિયાર હવે એણે હેઠા મૂકી દિધા હતા. પ્રભુનુ એકાદ ભજન ગાવાની ઈચ્છા થતા એણે કંઠમાંથી સૂર વહેતા મૂક્યા. હરિ, તુ ગાડુ મારૂ કયાં