કીટલીથી કેફે સુધી... - 28

  • 3k
  • 1.3k

કીટલીથી કેફે સુધીઆનંદ(28)મારા મનની તો ‘Ipsa’ જ ખરી. ‘Indubhai Parekh School Of Architecture” બોલવામા મજા નથી. સબમીશનની નેમ પ્લેટમા ‘Ipsa , Rajkot’ એટલીવાર લખ્યુ કે હવે હ્દયમા ઉતરી ગયુ.હરીપરના પાટીયા સુધી તો માંડ રાહ જોઇ શક્યો. હરીપરથી લઇને કોલેજના રોડ સુધી મારો કીટલી રુટ છે. ફર્સ્ટયરથી જોતો આવ્યો અને અત્યારે કોલેજ પુરી થઇ ગઇ એનેય એક વર્ષ થવા આવ્યુ. બધી કીટલી એવીને એવી જ દેખાય છે. ભોલાથી લઇને કલ્પેશભાઇ અને એની બાજુમા રઘાભાઇની કીટલી એમની એમ છે. મને ફરીથી ચા પીવાની ઇચ્છા છે પણ સવારથી મે લીમીટ વટાવી દીધી છે.કલ્પેશભાઇની કીટલી પાસે રીક્શા ઉભી રહી. મે રીક્શાવાળાને ભાડુ આપ્યુ. મે