વારસદાર

(18)
  • 4.1k
  • 1
  • 1.4k

વાર્તા-વારસદાર લેખક-જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.96017 55643 રામજીમંદિરમાં સંધ્યા આરતીનો ઘંટારવ થયો એટલે આનંદીબા ઓસરીમાંથી ઊભા થઇ લાકડીના ટેકે ધીરે ધીરે ચાલતા ઘરમાં ગયા.ઉંમરના કારણે શરીર કમરમાંથી વાંકું વળી ગયું હતું એટલે લાકડી રાખવી પડતી હતી.ઘરમાં જઇને દેવઘરમાં દીવો પ્રગટાવ્યો.અને લાઈટ નો બલ્બ ચાલુ કર્યો. જૂનું ખંડેર જેવું ઘર હતું.આનંદીબા એકલાજ રહેતા હતા.તેમના પતિ નટુદાદાને ગુજરી ગયે વીસ વર્ષ વીતી ગયા હતા. ગામડાનું જીવન સાદું એટલે ખાસ ખર્ચ નહીં.બપોરે રસોઇ બનાવી હોય તેમાંથી વધ્યું હોય એ જ સાંજે જમી લેતા.પંચ્યાશી વર્ષની ઉંમર હતી એટલે ભૂખ પણ ઓછી લાગતી. પડોશની નવી આવેલી વહુઓ પણ ઘણીવાર બા બા કરતી અવનવી ખાવાની