ક્લિનચીટ - 4

(28)
  • 4.2k
  • 3
  • 2k

પ્રકરણ – ચોથું.આલોકને અહેસાસ થયો કે તેની માનસિક અસ્વસ્થતા તેના વ્યક્તિત્વ પર હાવી થઈ જાય તે પહેલા આ માહોલ માંથી બહાર નીકળી જવું જોઈએ.ગોપાલ કૃષ્ણનને કોઈ કામનું બહાનું આપીને આલોક ઓફિસે નીકળીને સીધો ફ્લેટ પર આવી ગયો. લંચ ટાઇમ હોવા છતાં જમવાની કોઈ જ ઈચ્છા નહતી. કોલ્ડ કોફીનો એક કપ લઈ આંખો બંધ કરી, બાલ્કનીના ઝૂલા પર બેસીને ઉચાટ મનના આરોહ અવરોહને શાંત કરવાની કોશિષ કરવાં લાગ્યો.અદિતીથી વિખૂટા પડ્યા ને આજે ત્રણ અઠવાડિયાથી વધુનો સમય થયો છતાં આલોક માટે કોઈ એક દિવસ એવો પસાર નહીં થયો હોય કે, તેણે અદિતી સાથે નાની અમથી વાત પણ મનોમન સેર ન કરી હોય. ફરી