અંતિમ વળાંક - 1

(43)
  • 7.9k
  • 7
  • 3.8k

અંતિમ વળાંક પ્રકરણ ૧ રન-વે પર દોડીને એરક્રાફ્ટ દસ હજાર ફીટ કરતા પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી ચૂક્યું હતું. લંડનથી ઉપડેલું પ્લેન દુબઈ અને અમદાવાદ વચ્ચે ઉડી રહ્યું હતું. પેસેન્જર્સ સીટબેલ્ટ ખોલવા લાગ્યા. ઈશાને પણ સીટબેલ્ટ ખોલીને રાહતનો શ્વાસ લીધો. સામેથી ખૂબસુરત એરહોસ્ટેસ પેસેજમાં ચા કોફીની ટ્રોલી લઈને આવી રહી હતી. ઈશાનની સીટ નજીક આવીને તેણે ટ્રોલી ઉભી રાખી. ઇશાનની સામે જોઇને તેણે સ્મિત વેર્યું. ઇશાન જાણતો હતો કે એરહોસ્ટેસનું સ્મિત તેના યુનીફોર્મનો જ એક ભાગ છે. “ટી ઓર કોફી ?” એરહોસ્ટેસે મધુર અવાજે પૂછયું. “કોફી” ઈશાને જવાબ આપ્યો. એરહોસ્ટેસ ઈશાનને કોફી આપીને આગળ નીકળી ગઈ. ઈશાનને ઉર્વશી યાદ આવી