ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 1 વિજય શાહ પ્રૂફ રીડ સહાય – જુગલકિશોરભાઈ વ્યાસ ચણોઠી –વાલનાં ત્રીજા ભાગનું વજન કે રતી ભાર સુચવવા વપરાતુ રાતું ઝેરી ફળ જ્યોતિષ મહેશ રાવળે જ્વલંતનાં આખા જીવન નું ભવિષ્ય ભાખ્યુ હતુ તેમ જ જીવન વહ્યુ હતુ ભારત માં હતા ત્યાં સુધી નાના મોટા પ્રસંગોએ તાળો મેળવાતો અને ભવિષ્ય કથન ની સચોટતા જોવાતી. ૭૨ વર્ષ પછીનું ભવિષ્ય કથનનું પાનુ ગાયબ હતુ...અને આજથી ૭૨ તેને શરુ થતું હતું. જ્વલંત વિચારમાં હતો મ્રુત્યુ આટલું બધુ નજીક હતુ? અને જ્વલંત પાસે જ્યોતિષ કથન નહોંતુ. આ વર્ષે તેનું મૃત્યુ થવાનું છે તે નક્કી છે પણ તેની પાસે સમય નથી,