અફેર

(21)
  • 2.4k
  • 737

"પપ્પા ! આમ અચાનક ફોન કરીને અમને બોલાવ્યાં, શું વાત છે ...??? તમારી તબીયત તો સારી છે ને ...!?!" દિલ્હીથી ગઈકાલ રાતની ફ્લાઈટ પકડી સવારની પહોરમાં અમદાવાદ પહોંચેલાં પ્રવિણ અને ભારતીએ ઘરમાં પ્રવેશતાંની સાથે જ અંદરનું ગંભીર વાતાવરણ જોઈ ગભરાયેલા સ્વરે પપ્પાને પૂછ્યું. સોફા પર બેસેલાં પપ્પા અને મોટાભાઈએ પહેલાં તો પ્રવિણને બેસવાનો ઈશારો કર્યો. પ્રવિણ લગેજ સાઈડ પર સરકાવી સોફા પર બેઠો અને ભારતી રસોડા પાસે ઊભેલાં મમ્મી પાસે ગોઠવાઈ. મોટાભાભી પાણી લાવ્યાં પણ પાણી પડતું મૂકી પ્રવિણ પપ્પા અને મોટાભાઈ તરફ તાકી રહ્યો. "બેટા, હવે તને !" પપ્પા બોલવાં ગયાં પણ તેમને અત્યંત વિચલિત જોઈ મોટાભાઈએ તેમને શાંત