અસ્તિત્વનું ઓજસ - 3

  • 3.2k
  • 1
  • 1.1k

રીંકી પાર્કિગમાં પહોંચી ત્યારે કોમલ પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ રહી હતી. રીંકી તેને જોઈ ને અચંબિત રહી ગઈ. “કોમલ તું અહીંયાં…?” “હા ચાલ આપણે ચાલતાં ચાલતાં વાત કરીએ” તે બંને પાર્કિંગથી રાધિકા ના બંગલા તરફ ચાલવા માંડ્યા.રીંકી અને કોમલ ના એપાર્ટમેન્ટની સામે જ નેન્સી નું એપાર્ટમેન્ટ હતું. બંને એપાર્ટમેન્ટ ના વરચે લગભગ બે કાર સાથે ચલાવી શકાય તેટલી પહોળી શેરી હતી. આ વિસ્તાર ને રાજકોટના પૉશ વિસ્તારો માં નો એક ગણાવામાં આવતો. સુનીલ ભાઈ એ આ પ્રોજેક્ટ પર બહુ મહેનત કરેલી અને ૧૦ વર્ષ માં અહીંયા ચાર એપાર્ટમેન્ટ બની ગયાં હતાં. જેમાં ના ૨ એપાર્ટમેન્ટ માં સુનીલ ભાઈ પોતે જ