“સારિકા ના પપ્પા ને કઈ થઇ નઈ ગયું હોય ને...?” “અહી આવી અને મને કીધું પણ નઈ...???? કે પછી....કઈ બીજી જ ઘટના થઇ હશે...????” પણ એટલી વાર માં તો.... “ચાલો નિરવ સર કંપની આવી ગઈ છે અને ડી.કે. સર નો ફોન આવ્યો છે તમારા મોબાઈલ પર... જલ્દી ઉઠાડો નઈ તો ગુસ્સે થઇ જશે ” હેમંત ભાઈ બોલ્યા. “અરેરે..... હા આવું ...!! ” અચાનક મારા ઊંઘ માંથી ઉઠી ને બોલ્યો. આખો દિવસ કંપનીમાં હું બસ મારા જુના દિવસો ને યાદ કરતો કરતો હતો અને સારિકા ની બસ બોલેલી વાતો યાદ આવતી રહી.હજી પણ એક એક વાતો યાદ છે જે મને