ચેક મેટ - 6

(39)
  • 3.2k
  • 3
  • 1.6k

પ્રકરણ 6રાઠોડ અને સોલંકી હજી એજ એપાર્ટમેન્ટ ના પાર્કિંગ એરિયા માં છે. હજી થોડીક વાર પહેલા જ એમ્બ્યુલન્સ માં સુમિત ને લઇ જવા મા આવ્યો હતો. રાઠોડ અને સોલનકી ને હજી કળ નહોતી વળતી કે કોઈ કઇ રીતે એમની હાજરી છતાં સુમિત પર અટેક કરી ગયું. શિયાળા નો સમય હતો અને સવાર થવા માં હતી. સવાર ના 6:30 થવા ને હતા. ઠંડા પહોર માં પણ રાઠોડ અને સોલનકી નું મગજ ધગધગી રહ્યું હતું. રાઠોડે સોલંકી ને ઉપર પ્રદીપ ના ઘર માં જવા નો ઈશારો કરે છે.