પ્રસ્તાવના કોઈ પણ કહાની હંમેશા કોઈ ઘટનના પ્રત્યાઘાત રૂપે જ લખાતી હોય છે. ચાહે તે કોઈ મહાનુભાવની જીવનકથની હોય કે કાલ્પનિક વાર્તા પરંતુ તેના આરંભની સાથે તેની પૂર્ણાહુતિ પણ લખાયેલી જ હોય છે. એક સામાન્ય માણસની પણ જીવનકથની આવી જ હોય છે... સાવ સરળ અને સામાન્ય પરંતુ જો એને જટિલ બનાવતી હોય તો એ છે એક – આપણી અપેક્ષાઓ અને બીજી આપણી વિચારસરણી. ઘણી વાર સત્ય આપણી સામે હોવા છતા પણ આપણે એને પિછાણી શકતા નથી. શક્ય એ પણ છે કે કદાચ આપણે એને સ્વીકારવા જ તૈયાર નથી હોતા. કારણ ફક્ત એટલું જ કે ત્યાં આપણો અહં ઘવાઈ જાય