સ્નેહતંતુ

  • 2.4k
  • 1
  • 817

કોરોના વાયરસની મહામારી વચ્ચે સર્જાતી હૈયાના તારને ઊંડાણેથી ઝણઝણાવી જતી કહાની. સ્નેહતંતુ કોરોના વાઇરસ મહામારી દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી ગઈ હતી. કોમ્યુનિકેશનના આ યુગમાં આખુંય વિશ્વ નાનું થતું જાય છે એવી ગુલબાંગો પોકારતા લોકો માટે આજે પોતાના જ ઘરનો ઉંબરો વટાવીને પડોશીના ઘરમાં પગ મુકવો એ જાણે કોઈ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગવા જેટલુ કઠિન બની ગયું હતું. આ શહેરના આ વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં બૉમ્બબ્લાસ્ટની જેમ વાઇરસના કેસો ફાટી નીકળ્યા હતા. પ્રધાનમંત્રીએ લોકડાઉન જાહેર કર્યું હતું.આ લોકડાઉનમાં નિર્મળાને સૌથી