કોરોના – ચામાચીડિયાનો કોહરામ

  • 3.8k
  • 1k

વ્હાલા વાચક મિત્રો, હાલ આખું વિશ્વ કોરોનાની ચર્ચા કરી રહ્યું છે અને જાણ્યે - અજાણ્યે તેના અજ્ઞાત ભયના ઓથાર હેઠળ અનેક અનિશ્ચિતતા સાથે જીવી રહ્યું છે. હવે શું નવા સમાચાર આવશે? કાલે શું થશે? રોગ કાબુમાં ક્યારે આવશે? તેવા અનેક પ્રશ્નો દરેકના અર્ધજાગ્રત મનમાં ચાલતા જ રહે છે. હાલ આ બાબતે સાચી-ખોટી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વિગતો ઇન્ટરનેટ અને મીડિયામાં ઉપલબ્ધ છે, તેવા સમયે આ લેખમાં કોરોના વાયરસ ફેલાવામાં ચામાચીડિયાનો કે જેને ઊડતા પંખીઓએ 'દાંત' હોવાથી ન સ્વીકાર્યું તો ભૂમિના પ્રાણીઓએ તેને 'પાંખો' હોવાથી ન સ્વીકાર્યું માટે તે દિવસથી ગરીબડું શ્રીમાન ચામાચીડિયું રાત્રિના ભટકતું અને દિવસના સૂકા વૃક્ષો ઉપર