" પ્રિયાંશી " ભાગ-6 હિંમત કરીને તેણે પ્રિયાંશીની બુક ઉપર ચીઠ્ઠી મૂકી દીધી અને પોતે ત્યાંથી નીકળી ગયો. પ્રિયાંશીએ ચીઠ્ઠી ખોલીને જોયું તો તેમાં, " આઈ લવ યુ પ્રિયાંશી, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગું છું. " તેવું લખેલું હતું. પ્રિયાંશી તો વાંચીને વિચારમાં જ પડી ગઇ. બીજુ લખ્યું હતું કે, " મારી વાતનો જવાબ શાંતિથી વિચારીને આપજે, મને કોઈ ઉતાવળ નથી પણ, જવાબ 'ના' ન આપતી. કારણ કે હું તારા વગર જિંદગી જીવી નહિ શકું. " પ્રિયાંશીને તો શું કરવું?? એજ કંઇ સમજણ પડતી ન હતી. થોડો ગુસ્સો પણ આવતો હતો. અને કંઈ