કીટલીથી કેફે સુધી... - 26

  • 2.1k
  • 902

કીટલીથી કેફે સુધીઆનંદ(26)કહેવા માટે તો ઘણુ છે મારી પાસે...પણ ન કહી શકુ તો ને તો કાઇ જ નથી...આટલુ લખ્યુ ત્યાં પેન અટકી ગઇ. પવનમા ઉડતા પન્નાની વચ્ચે પેન રાખીને ડાયરી બંધ કરી. જ્યારથી સાબરમતી સાથે સંબંધ જોડાયો ત્યારથી આવી હાલત છે. આજકાલ શાંતીથી બેઠા-બેઠા વીચારોમા ખોવાઇ જાઉ છુ. “આ તો વડોદરા વચ્ચે નડી ગયુ બાકી આખી કોલેજ મારાથી હેરાન હોત. તારો મોબાઇલ તો બાકી કેદી’નો હેક થઇ ગયો હોત.” પુજા અને જુહીને આ વાત કહીને થાક્યો. વળી મને કાયમ થતુ કે હેકીંગ શીખીને આગળ શુ કરવાનુ...પછી જવાબની જરુર ન પડતી. વાસ્તવમા તો મારી જાત ને શાંત્વના આપવા માટે કરતો.‘ફાઇનલી’ પાછો આવી ગયો.