માસિક સમયે ઉદભવતી સમસ્યાઓ

  • 3k
  • 938

માસિક સ્ત્રાવ પહેલા સ્ત્રીઓમાં કેટલાક શારીરિક અને માનસિક ફેરફારો થાય છે જે ઘણીવાર તેમને પરેશાન કરનારા હોય છે. જે ભેગા થઈને પીએમએસ એટલે કે પ્રિ-મેનસ્ટરુઅલ સિંડ્રોમ તરીકે ઓળખાય છે. આ લક્ષણો ઓવ્યુંલેશન પછી શરૂ થાય છે અને માસિક સ્ત્રાવ શરૂ થતા જ બંધ થઈ જાય છે. ઓવ્યુંલેશનને સરળ શબ્દોમાં સમજીએ તો સ્ત્રીના અંડપિંડમાંથી ઈંડું છૂટું પડવાની ઘટના. આ પ્રક્રિયા માસિકના લગભગ ચૌદમાં દિવસે થતી હોય છે. ઓવ્યુંલેશન પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ નું પ્રમાણ ઘટે છે અને માસિક શરૂ થતા જ તેમનું પ્રમાણ વધવા માંડે છે. સામાન્ય રીતે એવી સ્ત્રીઓ કે જેમાં ચિંતાનું પ્રમાણ વધારે હોય અથવા જેમને ડિપ્રેશનની