પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-36 વૈદેહી ઘરે આવી અને સીધીજ અંદરનાં રૂમમાં ગઇ એની પાછળ પાછળ એની મંમી તરુબહેન ગયાં... બંન્ને વચ્ચે સંવાદ થયાં.. તરુબહેને ગુસ્સામાં વૈદેહીને તમાચો મારી દીધો... તેં આપણાં ઘર સંસ્કારનાં લીરે લીરા ઉડાવ્યાં છે તેં મારો વિશ્વાસધાત કર્યો છે અમારી સંમતિ અને લગ્ન પહેલાં તેં એ છોકરા જોડે શરીર સંબંધ બાંધી દીધો ? કુલ્ટા તને વિચાર શુધ્ધાં ના આવ્યો ? ક્યા ઘરની છોકરી છે તું ? હવે કોઇ હિસાબે એવાં લફંગા સાથે તારાં લગ્ન નહીં થાય ભલે તું અભડાઇ ચૂકી છું પણ તને એનાં ખીલે તો નહીંજ બાંધુ યાદ રાખ. વૈદેહીએ રડતાં રડતાં કહ્યું "માં મેં કોઇ પાપ