દિલ પ્રેમનો દરિયો છે - 22

(25)
  • 3k
  • 3
  • 1.3k

રાત થઈ ગઈ હતી એટલે લાંબી વાતો ના ચાલી. બધા જ પોત પોતાની રૂમમાં જ્ઇ સુઈ ગયા. પણ પરીને નિંદર નહોતી આવતી. એક તો આ અનજાન ઘર ને તેમાં પણ મહેર સાથે વાતો કર્યો વગર તેને મન નહોતું લાગતું. હજુ તો પ્રેમ શું છે તે સમજાણું હતું ને અચાનક જ કોઈ બીજુ જિંદગીમાં આવી જશે. જેને તે એકવાર પણ મળી નથી જેના વિશે તે જાણતી પણ નથી. ને તે કોણ છે તે પણ ખબર નથી તેની સાથે આખી જિંદગી....!!!જે ઘરમાં તેનો સંબધ જોડાઈ ગયો છે તે જ ઘર તેને અજનબી જેવું લાગતું હતું. તેના વિચારો બંધ નહોતા થતા ને એટલામાં