જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૯)

(13)
  • 2.2k
  • 885

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૯ ઘણા બધા મહિનાઓ વીતી ગયા, વસંત આવી. વસંતની સાથે અજવાળા દિવસો પણ આવ્યા. જીવન હવે કંટાળાજનક કે નફરત કરવા લાયક ન રહ્યું, અને પૃથ્વી વધુને વધુ જોવાલાયક બની... સમુદ્રમાંથી હુંફાળો પવન ગામ તરફ આવવા લાવ્યો હતો... ધરતી તાજા ઘાસ સાથે તરોતાજા થઇ ગઈ હતી, વૃક્ષો પર નવા અને લીલા પાંદડા પણ આવી ગયા હતા. કુદરતને જાણેકે નવજીવન મળ્યું હતું અને તેણે જાણેકે નવો પોશાક પહેરી લીધો હતો. કોઈને પણ એવો વિચાર આવે કે આ બધું જોઇને કોઇપણ માનવીમાં નવી આશા અને નવી ઈચ્છાનો જન્મ થશે અને તેનામાં કુદરત