ભ્રાંતિ

(14)
  • 2.5k
  • 677

"રાજેશ, બે વાગ્યા છે. ક્યાં છો તમે?" ડાઈનીંગ ટેબલ પર જ બેઠી બેઠી સુઈ ગયેલી શાલિનીની આંખ ખૂલી ગઈ. ઘડિયાળ પર નજર નાંખી તો રાતના બે વાગી ગયા હતા અને રાજેશ હજી પણ આવ્યો ન હતો. ટેબલ પર પડેલો મોબાઈલ ફોન ઉપાડી રાજેશને જોડ્યો. "સોરી શીલુ, હું બપોરે તને ફોન ન કરી શક્યો." રાજેશ બોલ્યો, "આજે મારે અર્જન્ટલિ બોસ સાથે પૂના આવવાનું થયું, એક ક્લાયન્ટ સાથે મિટીંગ હતી. કાલે સાંજ સુધી પાછો આવી જઈશ." "રાજેશ, તું મને...." "સોરી શીલુ, પ્લીઝ તું સૂઈ જા. હું અત્યારે જ મિટીંગ પતાવીને આવ્યો છું, ખૂબ થાકી ગયો છું." શાલિનીની વાત અધવચ્ચેથી કાપીને રાજેશ બોલ્યો,