વૃદ્ધા ની વ્યથા

(27)
  • 4.9k
  • 4
  • 1.4k

આ ઘટના છે વર્ષ ૨૦૦૮ ની આસપાસની. અમદાવાદમાં આવેલ ના-ના પ્રકારની પોળોમાંની એક પોળની. વાત છે, ત્યાં બનેલ એક સત્ય ઘટનાની. પોળમાં આવેલ દરેક ઘર એકબીજાને અડીને હોય. આંગણું માત્ર નામનું! બે ડગલાં મૂકો ત્યાં તો બીજાનું ઘર શરૂ. પોળમાં આવેલ મકાનની દિવાલો, ધાબા, ગલીઓ, રસ્તા બધા એકબીજાથી સટીને હોય..! અમારું ઘર પણ એવું આ વાત છે અમારા પાડોશમાં રહેતા એક વૃદ્ધાની. પાડોશમાં આવેલા મકાનમાં બે ડોશીઓ રહેતી. બંને ડોશીઓ સંબંધમાં નણંદ ભાભી... નણંદ નું નામ ઢબુ ફઈ અને તેમની ભાભી નું નામ નાથીબેન. નાથીબેન ને બધા ‘નાથી ડોશી’ કહેતાં. નાથી ડોશી પોતાના સૌથી નાના દિકરા દીપકભાઈ સાથે