( ગયા ભાગમાં પૂજા એના મામા સામે પોતાની મનોવ્યથા રજૂ કરે છે પણ કોઈ નતીજો નહીં મળતા ભાંગી પડે છે.) પૂજા થોડી નોર્મલ થઈ ને :" મામા તમે મને સાથ ના આપો ? મારે રવિને ફોન કરવો છે . એમનાં પાડોશી ને ત્યાં ઘરમાં ફોન છે .( એ જમાનામાં ઘરના જ ફોન હતા, જે પાડોશીઓ પણ સહિયારો વાપરતા હતાં) મને તમે નંબર મેળવી આપો ને ...!!!! અચાનક ઘરેથી નીકળતા આ નંબર લેવાનું રહી ગયું .. તમે તમારી છોકરી સમજી ને પણ મદદ કરો... પ્લીઝ..." પૂજા ને એનાં મામા એ સમજાવતાં કહ્યું , " જો હું પણ નંબર