અ રેસીપી બુક - 7

(55)
  • 4.1k
  • 2
  • 1.7k

તૃષ્ણા એ પેટી ને સાફ કરવાનું વીચાર્યું. હવે આગળ.....**************************************** તૃષ્ણા પેટી ને ધ્યાન થી જોઈ રહી, તેની પાસે થોડા અલગ અલગ સાઇઝ ના બ્રશ હતા તેમજ થોડી સ્પ્રે જેવી દેખાતી બોટલ હતી. તેણે ધીમે બ્રશ થી પેટી નું નકશીકામ ખરાબ ના થાય એવી રીતે ધૂળ સાફ કરવાનું શરૂ કર્યું. થોડી વાર મા પેટી પર ની બધી ધૂળ સાફ થઈ ગઈ. હવે તૃષ્ણા સ્પ્રે ની bottle અને કપડાં ની મદદ થી પેટી ની સફાઈ શરૂ કરી. આખરે 4-5 કલાક ની મહેનત પછી પેટી થોડી સાફ થઈ. હવે તેણે પેટી પર કોઈ કેમિકલ લગાવ્યું અને તેને થોડા સમય માટે રહેવા માટે છોડી દીધી.