માઉન્ટ આબુના પ્રવાસે - 5

  • 4.4k
  • 1
  • 1.9k

ચાર વાગ્યાની આસપાસ અમારી સવારી ઉપડી નખી તળાવ જોવા. નખી તળાવ અમારી હોટેલથી વોકિંગ ડિસ્ટન્સ પર જ હતું. લગભગ ચાર વાગ્યાની આસપાસ અમે નખી તળાવ પહોંચ્યા.નખી તળાવ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. તે ભારતનું પહેલું માનવનિર્મિત તળાવ છે. તેની ઊંડાઈ લગભગ 11000 મીટર છે. હિલસ્ટેશનની મધ્યમાં સ્થિત પર્વતો, હરિયાળી, વિચિત્ર પ્રકારના ખડકો, નાળિયેરી, અનેક પ્રકારના ફૂલોથી ઘરાયેલ નખી તળાવને માઉન્ટ આબુનું દિલ કહીશ તો જરાય અતિશયોક્તિ નથી.તળાવમાં બોટીંગ કરવાનો લાભ લીધા જેવો છે. અમે નખી તળાવના સૌંદર્યને પૂરેપૂરું માણવા માટે પેદલ બોટ દ્વારા સામ કાંઠે જવાનું નક્કી કર્યું. જ્યારે તળાવના સ્વચ્છ, વાદળી અને શાંત પાણીમાંથી પસાર થતા હોય,ત્યારે માઉન્ટ