જીદનું પરિણામ

  • 3.7k
  • 2
  • 1.1k

‘ જે વિદ્યાર્થીઓને અમદાવાદની કોઈ કોલેજમાં એડમિશન ના મળે એમને શહેરની બે કોલેજો અવશ્ય આશરો આપે. એક તો અંગ્રેજો વખતની વિખ્ચાત ગુજરાત કોલેજ અને બીજી પાલડીમાં આવેલી પ્રભુદાસ ઠક્કર કોલેજ. આ બંને કોલેજોનો ભવ્ય ભૂતકાળ રહ્યો છે, પણ હાલ તો એ મરવાના વાંકે જીવી રહી હોય એવી સ્થીતિમાં છે. પી.ટી. કોલેજ તો લગભગ બંધ પણ થઈ ગઈ છે. આ પી.ટી.કોલેજમાં મેં સત્ર શરૂ થઈ ગયા પછી લગભગ બે-એક મહિના બાદ એક શિક્ષકની ભલામણથી એડમિશન લીધું. બારમા ધોરણ સુધી એકમાત્ર લક્ષ્ય P.T.C. અને શિક્ષક સિવાયની કોઈ નોકરી કે કોર્ષની માહિતી પણ નહોતી. એટલે P.T.C. એજ જીવનનું મુખ્ય અને અંતિમ લક્ષ્ય હતું.