૨૦૫૦ની દુનિયા

  • 3.9k
  • 3
  • 1.4k

એડવર્ડ પાસે આંખો આગળ ઢળી પડતાં સફેદ વાળને પણ સરખા કરવાનો સમય ન હતો. ઘડપણના ભાર ઓથે તેની કરચલીવાળી પાંપણો ઢળી પડતી. પરંતું એડવર્ડનું મન તો તેનાં કામમાં જ પરોવાયેલું. મોંઢા પરના પ્રસ્વેદ બિંદુઓને લૂંછવાનો પણ એની પાસે સમય ક્યાં હતો? - અને હોય પણ ક્યાંથી ? છેલ્લા ચાલીસ વર્ષની મહેનત આજે રંગ લાવવાની હતી. ચાલીસ વર્ષની મહેનત સામે એડવર્ડના મોં પર છવાયેલો ઉલ્લાસ કંઈક વધારે મહત્વનો અને મોંધો હતો. કારણકે આજના દિવસની વાટ એને વર્ષોથી જોઈ હતી.