પ્રેમની સત્યતા

  • 4k
  • 1k

આજે આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે. વિવેક અને નીરા એકબીજાનો હાથ પકડીને બેઠા હતા અને આ ઘટનાને યાદ કરતાં કરતાં વિવેકની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. વિવેકને વિચારોના વમળો ઘેરી વળ્યા હતા."વિવેક એ વિચારોના વમળોમાં ગળાડૂબ થઈ જાય છે" "જો તે દિવસે નીરા ન હોત તો મારું શું થયું હોત?" કદાચ હું અત્યારે નીરાનો હાથ પકડીને ના બેઠો હોત!! વિચારોનાં વમળમાં વિવેક ખોવાય જાય છે, અચાનક નીરા તેને ટપલી મારે છે અને વિવેક ચોંકી ઉઠે છે અને તે નીરાને તાકી રહ્યયો છે. નીરામાં તેને પ્રેમની મૂર્તિ દેખાતી હતી.. શું