Return of shaitaan - 22

(23)
  • 2.7k
  • 2
  • 1k

"ગુડ ઇવનિન્ગ" રાજે પણ સામે જવાબ આપ્યો. "શું હું તમારો કોઈ હેલ્પ કરી શકું છુ હું અહીંયા ગાઈડ તરીકે સેવા આપું છુ ?" એ માણસે કહ્યું. "થેન્ક યુ પણ હું જાતે જ એક હિસ્ટોરિયન(ઇતિહાસકાર) છુ અને ....." હજુ રાજ ની આ વાત પુરી થાય તે પહેલા જ તે બોલ્યો," ઓહ સુપર્બ આ બિલ્ડીંગ અગરિપ્પા એ ૨૭ b .c . માં બનાવી હતી. " હા અને ૧૨૬ A .D માં એમ્પરર હેડરિઅન દ્વારા ફરીથી રીબીલ્ડ કરવામાં આવી હતી " રાજે કહ્યું. "એકદમ સાચી વાત અને એક ધર્મશાસ્ત્રી એ આ બિલ્ડીંગ ને હાઉસ ઓફ ડેવિલ(શેતાન નું ઘર) નામ આપ્યું હતું. " ગાઈડ બોલ્યો.