વહેલી સવારનો સમય અને દરિયા પરથી શીતળ પવન, સૂર્યોદય તો થઈ ગયો છે પરંતુ આકાશમાં છવાયેલા કાળા વાદળ સૂર્યના તેજસ્વી કિરણોને જમીન પર નથી પહોંચવા દેતા. જેવી રીતે વાદળ એ સૂર્યપ્રકાશ લખેલો છે મહેશ પણ દરિયા કિનારે બેસીને તે જ વિચારે છે, કે દુઃખના આ વાદળો મારી જિંદગીમાં સુખના સૂર્યનો અનુભવ કરવા જ નથી દીધો. મહેશની નજર સામેથી જિંદગીના ૭૦ વર્ષ એક ચિત્રપટની જેમ પસાર થઈ જાય છે. તે ફક્ત 15 વર્ષનો હતો જ્યારે તેના માતા પિતા તેના નાજુક અને કુમળા ખભા પર 10 વર્ષના એક નાના ભાઈની જવાબદારી છોડીને જતા રહ્યા હતા. હવે આ દુનિયામાં મહેશ માટે જો કોઈ પોતાનો