અપહરણ

  • 4.2k
  • 1
  • 1.2k

મારા બાળપણના મિત્રો કહી શકાય એવું કોઈ નથી.પરંતુ આજે ત્રીસ વર્ષના જીંદગી માં મે ધણા મિત્રો બનાવ્યા છે. હું જયા પણ ગયો સ્કૂલ,કોલેજ, ઓફિસમાં, આસ પડોશ માં બધી જગ્યાએ મૈત્રીભાવે દરેક ને મળતો હોવાથી ધણા મિત્રો છે.પણ જેને લંગોટીયા કહી શકાય એવું કોઈ નથી. મારા અનેક મિત્રો માંથી અહીયાં એક મિત્ર મુકેશ ની વાત કહું છું. મૂકેશ સાથે મિત્રતા મારા જન્મના છ વર્ષે થઈ હતી. વાત આજથી પચ્ચીસ ત્રીસ વર્ષ પહેલાં ની છે. મુકેશ નો જન્મ એક રાજસ્થાની મારવાડી પરિવાર મા થયો હતો. પરંતુ રોજીરોટી માટે ગુજરાત આવેલો પરિવાર અમદાવાદના એસ.જી. હાઈવે નજીકના એરિયા મા સ્થાઇ થયા. એ જમાનામાં મુકેશ ના પિતા