આત્મસાક્ષાત્કાર

  • 2.6k
  • 1
  • 686

"તમે અક્કલકોટ મહારાજનું આ ચરિત્ર વાંચ્યું છે...?" નિવૃત્તિ બાદ કેટલાય પ્રયત્નો છતાં કોઈ નોકરી ન મળતાં, આખરે છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતાં ગોપાળરાવ પોતાની પરિસ્થિતિ અને જીવનમાં આવી પડેલી આફતોથી કંટાળી જીવન ટૂંકાવી દેવાના આશય સાથે નિકળી પડ્યાં. કાળી અંધારી રાત, ગામથી કોસો દૂર, જંગલની વચમાં એક અવાવરું કૂવામાં પડવાં જ્યાં તેમણે પગ ઉપાડ્યો ત્યાં જ પાછળથી કોઈકના શબ્દો સંભળાયા. ગોપાળરાવે આશ્ચર્ય સાથે અવાજની દિશામાં ઊભેલાં સજ્જન તરફ જોયું. સામાન્ય પહેરવેશ, માથા પર ખેસ, કપાળ પર ત્રિપૂંડ અને હોંઠો પર પ્રસન્નતા. ચહેરા પરના તેજને કારણે અંધારામાં પણ તેમના હાવ-ભાવ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ગોપાળરાવ કંઈ વિચારે તે પહેલાં તો