સરુ નું આત્મ સમ્માન

(14)
  • 4.1k
  • 2
  • 1.1k

આજે અચાનક સ્કૂલ માં સરીતા ને એ દિવસ યાદ આવી ગયો. ધામધૂમ થી એના લગ્ન તારક જોશી સાથે સમાજમાં જ થયાં હતાં... પપ્પાની એકજ લાડકી દિકરી હતી. પાંચ ભાઈઓ વચ્ચે ઉછરેલી ... મનુભાઈ ને પાંચે દિકરા કરતાં સરુ પર હેત વધારે.મનુભાઈએ તારક ને સરકારી નોકરી કરતો હતો એટલે બહુ ગમ્યો હતો.એમણે વિચારેલું કે સરુ ને એ જીવન ભર સુખી રાખશે.બાંધી આવક હશે એટલે દિકરી ને જરાય દુઃખ નહીં પડે.તારક નાં ઘર વિશે થોડી ખરાબ વાત ઉડતી ઉડતી એમનાં કાને આવી પણ ખરી પરંતુ એમણે અવગણી ને સરુ ને પરણાવી દીધી. ગામ આખું નવાઈ પામી ગયું એવા રંગેચંગે લગ્ન કર્યા. કરિયાવર