અ રેસીપી બુક - 6

(54)
  • 3.7k
  • 1
  • 1.6k

મયંક, સંધ્યા અને કામીની, તૃષ્ણા ના ઘરે પહોંચી ગયા. તૃષ્ણા એ દરવાજો ખોલ્યો. હવે આગળ..... ****************************************સંધ્યા તૃષ્ણા ને જોઈ જ રહી. તૃષ્ણા ને પણ થોડું અજુગતુ લાગી રહ્યું હતું. કામીની આખી વાત સમજી ગઇ અને બોલી, " તું તૃષ્ણા છે ને! હું તારી કામીની માસી. આ સંધ્યા માસી જેની જોડે તે ફોન પર વાત કરી હતી,અને આ છે તારા મયંક મામા, હવે અમને અંદર બોલાવીશ કે અમને અહીંથી જ ભગાડી દેવા છે તારે!" તૃષ્ણા ને કામીની ની વાત સાંભળી ધ્યાન આવ્યું અને પરાણે હસતા તે બોલી," હા, આવો અંદર! " કામીની, મયંક અને સંધ્યા ઘર ની અંદર ગયા. તૃષ્ણા એ ત્રણેને