બીજે દિવસે ફરી મંચ પર બધા હાજર હતા. થોડીક મજાક મસ્તી પછી જેમ જેનો નંબર આવતો જતો હતો તેમ બધા જ કોન્ટેસ્ટેડ પોતાનુ ગીત રજૂ કરતા હતા. આજે કોઈ ફિક્સ નહોતું જેને જે ગાવું હોય તે ગાય શકે. પરીનો નંબર આવતા તે સ્ટેજ પર આવી. સ્ટેજ પર આવતા જ તેની નજર મહેર તરફ ગઈ. બંને આખો મળીને પરીએ કાલ રાત વાળું ગીત શરૂ કર્યું. નજર કે સામને જીગર કે પાસ નજર કે સામને જીગર કે પાસ કોઈ રહેતા હૈ વો હો તુમ પરીના શબ્દો પુરા થયા પણ તેની નજર હજુ મહેર સામે સ્થિર હતી. આખોમાં તે પ્રેમ સાફ દેખાતો હતો. તેના આવા સુંદર અવાજ