રાઈટ એંગલ પ્રકરણ–૧૨ ‘ મારી વાત તું સમજી નહીં શકે ભાઇ, એટલે બહેતર છે કે આપણે એ વિશે કોર્ટમાં વાત કરીએ.‘ કશિશ આટલું બોલીને ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈ ગઇ એટલે ઉદયભાઈ લાચાર થઇને એમને તાકી રહ્યાં. પણ તરત પાછા પોતાના સ્વભાવ પર આવી ગયા. હવે એ નાસીપાસ થઈ ગયા એટલે ગમે તેમ બોલવા લાગ્યા, ‘તું પાગલ થઇ ગઇ છે, એમ કહે ને કે તને પપ્પાના વારસામાં ભાગ જોઈએ છે, એટલે આવા નાટક કરે છે, ભગવાને આટલું આપ્યું છે તો તો ય તને સંતોષ નથી...! બોલ કેટલાં પૈસા જોઇએ છે? દસ લાખ–વીસ લાખ? એક કરોડ કે પાંચ કરોડ?‘ કશિશ કશું