..તો ઈરફાન ખાન મિકેનિક બન્યો હોત!

(47)
  • 6.6k
  • 6
  • 1.7k

..તો ઈરફાન ખાન મિકેનિક બન્યો હોત! ઈરફાન ખાન ટીનૅજર હતો ત્યારે તેના પિતાના ગેરેજમાં આખો દિવસ વાહનોમાં હવા ભરવાનું કામ કરતો હતો! લાઈફ ડૉટ કોમ આશુ પટેલ જર્નાલિસ્ટ ફ્રેન્ડ નિશાંત ભૂસે પાસેથી પોપ્યુલર ઍક્ટર ઈરફાન ખાનના મ્રુત્યુના ન્યુઝ મળ્યા એ સાથે દિલમાં એક ટીસ ઊઠી. ઈરફાન ખાનને વ્યક્તિગત રીતે મળવાનું થયું હતું. અને તેની અદ્ભુત ઍક્ટિંગનો હું ચાહક રહ્યો છું. ઈરફાન સાથે ક્યારેક પત્રકાર તરીકે મળવા સિવાય મારે સીધો કોઈ સંબંધ નહોતો, પણ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયા અમારા કોમન ફ્રેન્ડ. અને બીજી એક વાત એ કે તિગ્માંશુએ ઈરફાન ખાનને બૉલીવુડમાં મૅજર બ્રેક આપ્યો હતો અને મને પણ તિગ્માંશુને કારણે બોલીવુડમાં એન્ટ્રી