ભાગ :- ૪ આપણે ત્રીજા ભાગમાં જોયુ કે અનુપના હાથમાં ચિઠ્ઠી આવ્યા પછી અનુરાધાના શું હાલ હવાલ થાય છે. સૃષ્ટિ કેવી રીતે અને શા કારણથી રાકેશ તરફની પોતાની લાગણી છૂપાવી દે છે અને રાકેશને ચિઠ્ઠીનો સમજદારી ભર્યો જવાબ આપીને ટાળી દે છે. તો બીજી તરફ રાકેશ પણ સામે એવીજ સમજદારી દાખવીને એ વાતને કાયમ માટે મનમાં જ દફનાવી દે છે. એ પછી શરૂ થાય છે અનુ અને સૃષ્ટિનું કોલેજનું ભણતર, અનુના જીવનમાં આવેલો શ્યામ નામનો વ્યક્તિ, સૃષ્ટિના લગ્ન થયા પછી એના અરમાનો ને સપનાઓનું વાસ્તવિકતાની દુનિયામાં નિરવ દ્વારા દહન. હવે આગળ..*****અનુરાધાનું હૃદય સૃષ્ટિની વાતો સાંભળીને દ્રવી ઉઠે છે અને મનોમન એ