તરબૂચ

  • 4.4k
  • 812

*તરબૂચ!*થેલી નબળી નીકળી કે પછી તરબૂચે પોતાનો ભાર વધાર્યો તે કંઈ ખબર ન પડી પણ થેલી ફાટી ને, પોતાની જન્મદાત્રીનો ખોળો ખુંદતું હોય તેમ તરબૂચ માટીમાં આળોટવા લાગ્યું ને રળતુ રળતુ એક દુબળા, શ્યામલ પગ પાસે જઈ અટક્યું. દોડીને ઉઠાવવા ગયો પણ તરબૂચને હાથ લગાવું તે પહેલાં મારી નજર એ માસૂમ ચહેરાઓ ઉપર પડી.હું આભો બનીને તેનાં માસુમ ચહેરાને નિહાળી રહ્યો. એની આંખમાં આંખ પરોવીને જોયું તો એણે પાંપણની પાછળ બંધ બાંધી રાખેલ હતો. આંસુથી છલોછલ ભરેલો એ બંધ ક્યારે છલકાશે તે નક્કી નહીં, વળી જો ક્યાંક તેની પાળ તૂટી તો, એના આંસુનાં જળપ્રપાતમાં આખું જગત ડૂબી જશે. ધરતી ઉપરનાં